
Devbhoomi Dwarka News: ગુજરાતભરમાં ઠેક ઠેકાણેથી વિવિધ પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા છે. એવામાં દેવભૂમિ દ્વારકામાંથી બોગસ બિલને આધારે બોટના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. દ્વારકા એસ.ઓ.જીએ બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, કુલ 145 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસને મળેલ બાતમીને આધારે દેવભૂમિ દ્વારક તેમજ ભાવનગર જિલ્લામાંથી પણ અનેક આરોપીઓ ઝડપાયા હતા. ભાવનગર નિવૃત્ત GMB સુપ્રિટેન્ડેન્ટ તરુણ રાજપુરા સહિત 145 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરની 2 પેઢી માલિકો 4 એજન્ટો સહિત કુલ 50 માછીમારોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા છે.