જામનગરઃ દુષ્કર્મના આરોપી ભુવા જીતુગીરીને કોર્ટે 19 વર્ષની સજા ફટકારી છે. જામનગરની યુવતીના અપહરણ બાદ ભુવાએ રાજસ્થાન લઇ જઇ દુષ્કર્મ આચાર્યું હતું. આરોપીએ પરિવારના સભ્યો પર તાંત્રિક વિધિ કરી ધમકી આપી યુવતીનું અપહરણ કર્યું હતું. સમાજમા ખોટોસંદેશો જશે તેવી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ચકચારી કેસમા 15 સાક્ષીની જુબાની અને 43 દસ્તાવેજને ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

