
Kheda news: ખેડા જિલ્લાના કઠલાલમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક કળિયુગી પિતાએ પોતાની 7 વર્ષની સગી દીકરીને તેની સગી જનેતાની સામે નર્મદા કેનાલમાં ફેંકી દઈને તેને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે દીકરીના મામાએ તંત્ર અને પોલીસનું ધ્યાન દોરીને ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી. શરૂઆતમાં ફરિયાદ ન નોંધવામાં આવી પરંતુ આખરે વકીલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીને લીધે આખરે ફરિયાદ દાખલ થઈ હતી.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આવેલા કઠલાલમાં સગા પિતા વિજયભાઈ બચુભાઈ સોલંકીનું પોતાની 7 વર્ષની દીકરી ભૂમિ પ્રત્યે જન્મથી જ વર્તન યોગ્ય ન હતું. એટલે દીકરીના જન્મ બાદ તેની માતાએ પોતાના પિયરમાં મોકલી દીધી હતી. જે બાદ આ 7 વર્ષની દીકરી તેના નાનાના ઘરે ઉછરી હતી. બે દિવસ અગાઉ ગુરુ પૂર્ણિમાના દિવસે લીંબા ગામે માતાજીના દર્શન કરી બાઈક પર વિજયભાઈ પોતાની ધર્મપત્ની અંજના અને દીકરી ભૂમિ સાથે પરિવાર ચેલાવત ગામ પરત આવવાનું હતું. વઘાવત નજીક નર્મદાની કેનાલ ઉપર બાઈક ઉભું રાખી પિતા વિજયભાઈ સોલંકીએ ભૂમિકાને પાળ ઉપર ઉભી રાખી ધક્કો મારી ફેંકી પાણીમાં ફેંકી દીધી હતી.
આ સમગ્ર ઘટના અંગે કોઈ અજાણ્યા લોકો દ્વારા હેમતાજીના મુવાડા ખાતે અંજનાના પિયરમાં જાણ કરી હતી. 7 વર્ષની ભૂમિકાના પાલક નાના અને મામા સહિત લોકો સવારે ચેલાવત ગામ પહોંચ્યા હતા. જ્યાં નર્મદા કેનાલ ઉપરથી જ 100 નંબર ઉપર જાણ કરી પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયા દ્વારા બે કલાક બાદ ભૂમિકાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. આંતરસુંબા પોલીસે અમોત દાખલ કરી ડેડબોડીનું પીએમ કરાવ્યું હતું. ત્યારબાદ આંતરસુંબા પોલીસે હેમતાજીના મુવાડાથી આવેલા અંજનાના પિતાએ પોતાની ભાણીનું ખૂન થયું હોવાની ફરિયાદ આપતા પોલીસે લેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે આરોપી પિતા જયંતીભાઈ સોલંકીથી અજાણતા 7 વર્ષની ભૂમિકા પાણીમાં પડી હોવાની જણાવાજોગ નોંધ મૃતક દીકરીની માતા અંજના પાસે નોંધાવી હતી.જોકે હેમતાજીના મુવાડાથી આવેલા પીયરિયા અને અંજનાબેનના પિતા દ્વારા ખેડા એસપી અને કપડવંજ ડીવાએસપીને વકીલ મારફતે લેખિત ફરિયાદ મોકલી આપી હતી.