VIDEO: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં આજે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં સમગ્ર ખેડા જિલ્લામાં 27.9 % વરસાદ નોંધાઈ ચુક્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી. જેના લીધે દર્શને આવેલા ભાવિક ભક્તો વરસાદી માહોલ સલવાઈ ગયા હતા. વરસાદથી બચવા રણછોડરાય મંદિરના શેડમાં એકઠા થયા હતા.
ખેડા જિલ્લામાં આજે સોમવારે બપોર બાદ સારો એવો વરસાદ ખાબકતા યાત્રાધામ ડાકોરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. જેથી બહાર ગામથી આવેલા ભાવિકો આ વરસાદમાં ફસાઈ ગયા હતા. છતાં વરસાદને લીધે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો એવો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગળતેશ્વર, ઠાસરા, મહુધા, કપડવંજ, મહેમદાવાદ, કઠલાલ તેમજ નડિયાદ, ઉત્તરસંડામાં પણ ધોધમાર વરસાદ થયો હતો.