
નવસારી જિલ્લામાં હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન 108 ઈમરજન્સી સેવાને કુલ 184 કોલ મળ્યા છે. આ તમામ કેસમાં દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. 13મી માર્ચે હોળીના દિવસે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી 75 કોલ મળ્યા હતા.
વાંસદામાં 13 ઈમરજન્સી કેસ
14મી માર્ચે ધુળેટીના દિવસે આ સંખ્યા વધીને 109 થઈ હતી. ધુળેટીના દિવસે નવસારી સિવિલ હોસ્પિટલમાં 24 દર્દીઓને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 13 ઈમરજન્સી કોલ નોંધાયા હતા. 108 સેવાના અધિકારીઓના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન ઈમરજન્સી કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
સતત દોડતી રહી 108
108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. નાના મોટા કેસમાં લોકોએ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. લોકોની આંખોમાં કલર ગયો હોવાની વધુ ફરિયાદ રહી હોવાથી તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યાં હતાં.