
ગુજરાતના પંચમહાલમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. પંચમહાલના ગોધરાના ડાકોર રોડ પર આવેલી ડિવાઈન વર્ડ કિન્ડર ગાર્ડન શાળામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શાળામાં સિનિયર કે.જી.માં અભ્યાસ કરતી પાંચ વર્ષીય બાળકીને શિક્ષિકા મનિષા લાલવાણીએ લાકડી વડે ફટકા માર્યા હોવાનો આક્ષેપ છે. પરિવારે શાળા અને શિક્ષિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
બાળકીના હાથના ભાગે ગંભીર ઈજા
આ ઘટનામાં બાળકીના હાથના ભાગે ગંભીર ઈજા થઈ છે. બાળકીના વાલીએ આ ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે શિક્ષિકા મનિષા લાલવાણી સામે ફરીયાદ નોંધાવી છે. વાલીનો આરોપ છે કે શિક્ષિકાએ બાળકી પર બિનજરૂરી કઠોરતા દાખવી, જેના કારણે બાળકીને શારીરિક અને માનસિક આઘાત પહોંચ્યો છે. પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.