Home / Gujarat / Rajkot : Reality check of Rajkot Civil Hospital by GSTV

VIDEO: હકાભાના આક્ષેપ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું GSTV દ્વારા રિયાલિટી ચેક, જાણો શું છે સત્ય

હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલીયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરતા વિડિયોથી ફરી હોસ્પિટલ તંત્ર વિવાદમાં આવ્યું છે. હકાભાના આરોપ બાદ સિવિલ તંત્રએ ખુલાસો કરી પોતાનો બચાવ કર્યો. તેવામાં GSTVની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો. સિવિલ હોસ્પિટલમાં MRI વિભાગમાં દર્દીઓની લાઈનો જોવા મળી. દર્દીઓએ પોતે પણ હેરાન-પરેશાન થતા હોવાનું જણાવ્યું. રિપોર્ટ માટે સવારે 8 વાગ્યે બોલાવાય છે અને બે-ત્રણ કલાક સુધી બેસાડી રખાય છે. દૂર દરથી આવતા ગરીબ દર્દીઓ સાથે ડોક્ટરોનું વર્તન પણ યોગ્ય ન જણાયું હતું. દર્દીઓએ પોતાની આપવિતી જણાવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખૂબ જ કડવો અનુભવ થયો 

પ્રખ્યાત હાસ્ય કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો. જે અંગેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મોડાં આવે છે જેના કારણે દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ છબી ખરડાઈ તેવી કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે. હકાભા ગઢવી તેમની બહેનના અકસ્માત થતાં સિટી સ્કેન દરમિયાન થયેલાં કડવાં અનુભવો જણાવ્યા હતા.

મેં જાતે સિવિલ હોસ્પિટલ જઈને ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો

હકાભાએ જણાવ્યું કે, મેં જાતે સિવિલ હોસ્પિટલ જઈને ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. દર્દી સિરિયસ હોવા છતાં ડોક્ટરો તોછડાઈથી વાત કરતા હતા. 5 કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે સીટીસ્કેન થયો. જેના થકી ગરીબ માણસોની સારવાર થાય છે એવી સિવિલ હોસ્પિટલ ઉપર સરકાર થોડું ધ્યાન આપે. ખોટું બોલતો હોઉં તો સિવિલ હોસ્પિટલ જઈને લાઈનમાં ઊભેલા ગરીબ દર્દીઓને જઈને તેમની હાલાત પૂછો. સિવિલ હોસ્પિટલમાં ગરીબો- દર્દીઓનું કામ કેમ થતું હશે. હું હકાભા, કલાકાર હોવાથી એક નામ હોવા છતાં મને આટલી તકલીફ પડી તો ગરીબોનું શું થતું હશે. એક મંત્રી સાથે ફોન કરાવ્યો તો પણ આ લોકો કોઈનું સાંભળતા જ નથી. પોતાની મનમાની જ ચલાવતા હોય છે. 

ડોક્ટર હિરલ હાપાનીએ ખુલાસો આપ્યો

હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યા બાદ સિવિલ તંત્ર બચાવમાં આવ્યું. હકાભા ગઢવીના આક્ષેપને લઈ સિટી સ્કેન વિભાગના ડોક્ટર હિરલ હાપાનીએ ખુલાસો આપ્યો. તેમણે કહ્યું કે 25 ફેબ્રુઆરીની આ વાત છે. એક દર્દીને એનેસ્થેસિયા આપી સિટી સ્કેન ચાલી રહ્યું હતું. ત્યારે બીજા દર્દીને વચ્ચેથી લઈ ના શકાય. તે દર્દીને જરાય પણ તકલીફ પડી નથી. અને તેના અમારી પાસે જે-તે સમયના સીસીટીવી ફૂટેજ પણ છે. 


Icon