
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં શ્વાસની બીમારી સાથે આવેલા યુવકનો મૃતદેહ મોતના ચાર કલાકથી વધુ સમય બાદ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો ડોક્ટરની પાછળ એકથી બીજી બિલ્ડીંગ અને ઉપર નીચેના માળે ધક્કા ખાતા રહ્યાં હતાં.
નામમાં મિસ્ટેક કરી
શશીકાંત નામના દર્દીની તબિયત લથડતા પરિવારજનો સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતાં.બપોરે 12 વાગે દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બપોરે 2.30 વાગ્યાના અરસામાં તબીબે દર્દીને મૃતક જાહેર કર્યો હતો. હાલ વોર્ડ તમારાં ડોક્ટર હાજર ન હોવાથી 6 વાગ્યે મૃતદેહ મળશે તેવું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું. 6 વાગ્યા બાદ તબિયત આવ્યા બાદ મૃતદેહ આપવામાં આવતા કેસ પેપર મૃતકના નામ મિસ્ટેક કરી દીધી હતી. 4 કલાકથી વધુ નો સમય વીતી ગયો છતાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો નહોતો.પરિવાર મૃતદેહ સાથે વોર્ડ બહાર ઊભા રાખ્યા હતાં.
પરિવારના આક્ષેપ
યોગેશ ખડકરે કહ્યું કે, મારા સંબંધી હતાં. બપોરે 12 વાગ્યે આવ્યા અને બે વાગ્યા આસપાસ મોત થયું હતું. છ વાગ્યે બોડી લઈને નીચે આવ્યા હતા. તો અમારા ડોક્યુમેન્ટને લઈને વાંધા કાઢ્યાં હતાં. ત્યારબાદ સેમિનારના નામે ચાર કલાક બેઠા રહ્યાં હતાં. ડોક્ટર આવ્યા હતાં તેમ છતાં 50 આંટા ઉપર નીચે મારવા છતાં કોઈ જ નિવેડો આવ્યો નહોતો. ડોક્ટર તો હતાં જ નહી એ સાડા છ વાગ્યે આવ્યા અને મોડેથી મૃતદેહ આપ્યો હતો. અમારો આખો પરિવાર હેરાન થઈ ગયો હતો. 2 વાગ્યે મોત થયું હતુ અને પૂછ્યું મૃતદેહ લઈ જવા માટે તો ડોક્ટર જ હાજર નહોતા. બે વાગ્યાનું મોત થયું અને સાડા આઠ વાગ્યે મૃતદેહ અપાયો હતો. શશીકાંતને શ્વાસ લેવામાં તકલીફ હતી. 15 વર્ષ અગાઉ પણ તકલીફ થઈ હતી.