
સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં ભયાવહ આગ લાગી હતી. ત્રણ દિવસ જેટલા સમય સુધી ચાલેલી આગમાં 834 દુકાનોમાંથી માત્ર 40 દુકાનો જ આગની ઝપેટમાં આવતા બચી ગઈ છે. ત્યારે હવે આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ, તંત્રએ મંજૂરી આપી ન હતી. આજે સવારે તંત્ર દ્વારા બે વેપારીઓને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા. સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNITની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે. જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય મોટાભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો જેના કારણે નુકસાન વધ્યું છે.
રસ્તાની એક બાજુ શરૂ કરાઈ
રીંગ રોડ ઉપર ટેક્સટાઇલ માર્કેટો ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલી છે. શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગવાને કારણે આસપાસની માર્કેટ તરફ આવવા જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વેપારને પણ નુકસાન થઈ રહ્યું હતું. આજે એક તરફનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાહનોની અવરજવર સારી રીતે થઈ શકે. શિવ શક્તિટેક્સ્ટાઇલ માર્કેટની આસપાસ અભિષેક માર્કેટ, વખારીયા માર્કેટ, ઘોલવાલા માર્કેટ, સાહિત્ય માર્કેટ ઓમાં પણ ધંધો અટવાયો હતો. જોકે આજે રસ્તો શરૂ કરી દેતા થોડીક જ છે માલની સપ્લાય શરૂ થઈ ગઈ છે.
38 કલાકે આગ પર કાબુ મેળવાયો
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં ગત તા. ૨૫મીએ બપોરે આગ ભડકી ઉઠી હતી. ત્યારબાદ બુધવારે સવારે સવા આઠ વાગ્યના આસપાસમાં ફરી માર્કેટમાં દુકાકનમાં આગ ભભૂકી ઊઠતા વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આવા સંજોગોમાં પાલિકના ૨૨ ફાયર સ્ટેશની ૩૫ ગાડી સહિત ફાયરની ગાડી સાથે ૧૫૦ વધુ ફાયર લાશ્કરો તથા ૨૫ જેટલા ફાયર ઓફિસર આગ બુઝાવવા માટે કેટલાક જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને જીવના જોખમે કામગીરી કરી હતી. જેથી અંદાજીત ૩૮ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.