Source : GSTV
ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરૂદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ હતી.

