
હીરા ઉદ્યોગ હાલ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ધૂળેટી-હોળીની રજામાં કારખાના બંધ હતાં. તે દરમિયાન ચોરી થઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં 11 લાખના હીરાની ચોરી થઈ હોવાથી પોલીસે અલગ અળગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતાં. પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આરોપીઓને મજૂરોના વેશ ધારણ કરીને ઝડપી લીધા હતાં. હાલ આરોપીઓએ વેચી દીધેલા હીરાનો સામાન પરત મેળવવાની તજવીજ હાથ ધરી છે.
તિજોરીનો નંબર જાણી ચોરી કરી
કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી મકાન નં- ૬૩ ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા હીરાના ખાતામાં કારીગર તરીકે કામ કરતા આકાશ શાક્ય મધ્યપ્રદેશનાને તીજોરી ખોલી ચોરી કરી હતી. કારખાનેદારના પિતાના મોબાઇલની ફલેશ લાઇટ ચાલુ કરી આપી હતી. તે વખતે તીજોરીનો નંબર જોઇ જાણી લઇને કારખાનેદારના પિતા પાસે રહેતી ચાવી ચોરી કરી હતી. ત્યારબાદ હીરાઓ તીજોરી ખોલી ચોરી લીધા હતાં. 11 લાખના હીરા ચોરાયાની કારખાનેદારે ફરિયાદ કરતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
બન્ને આરોપીઓને ઝડપી લીધા
કાપોદ્રા પીઆઈએ કહ્યું કે, હોળી ધૂળેટીના તહેવારમાં હીરાના કારખાના બંધ હતાં. તે દરમિયાન તેજોરીનો લોક ખોલીને ચોરી કરવામાં આવી હતી. જેથી પોલીસે ટીમો બનાવી કારીગરોના ડેટા મેળવ્યા હતાં. જેમાંથી એક કારીગર બનાવના આગલા દિવસથી ગૂમ હતો. તેનો મોબાઈલ નંબર મેળવીને બિહડ પોલીસને મોકલવામાં આવી હતી. આરોપી ત્યાં જ રહેતો હતો. જેથી તેની રેકી કરીને પકડી લેવાયો હતો. કૈલાસ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું. અડધો મુદ્દામાલ તેની પાસે હોવાથી રાજસ્થાન જઈને આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો અને મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. બાકીનો મુદ્દામાલ વેચી માર્યો હોવાથી તે રિક્વર કરવાનું હાલ ચાલું છે.