
સુરતમાં ગરેકાયદે ચાલતા ગેસ રી-ફિલિંગથી અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ત્યારે વધુ એક ગેરકાયદે ચાલતા ગેસ રી-ફિલિંગના વેપલા પર રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લઈને 2.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિના પરવાનગીએ ચાલતો વેપલો
કામરેજના ખોલવડ ગામમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગનો ભાંડો ફૂટ્યો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ગોકુલનગર સોસાયટી બહાર આવેલી શ્રી દેવ ગેસ સર્વિસ અને વાસણ ભંડાર નામની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનના માલિક પારસમલ ગુર્જર વિના પરવાનગીએ ગેસ રી-ફિલિંગનું કામ કરતા હતા.
આરોપીને ઝડપી લેવાયો
આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી લોકોના જીવન જોખમમાં મુકાતા હતા. પોલીસે દુકાનમાંથી ટાટા ટેમ્પો, ગેસ બાટલા, પાઇપ અને વજન કાંટો સહિત કુલ 2 લાખ 23 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી પારસમલ માંગુજી ગુર્જર ખોલવડ ગામના ડેરી ફળિયામાં રહે છે. તેઓ મૂળ રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના સેણુંદના વતની છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.