
સુરતમાં પોલીસ દ્વારા છેલ્લા સપ્તાહથી યથાવત રીતે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે માથાભારે તત્ત્વો દ્વારા ઉભા કરેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. જેમાં થોડા સમય અગાઉ પોલીસ પર હુમલો કરનાર બુટલેગર ટેણીના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. ભેસ્તાન વિસ્તારમાં માથાભારે બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુસુફ ટેણી સામે આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
કડક કાર્યવાહી
બુટલેગર યુસુફ ઉર્ફે ‘ટેણી’ સામે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી યુસુફ ટેણીએ ચાર મહિના પહેલા પોલીસ પર જ ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે આઠ જેટલા ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ ચૂક્યા છે. ગતરોજ તેના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભેસ્તાનમાં કાર્યવાહી
ભેસ્તાન વિસ્તારમાં ભય ફેલાવતો યુસુફ ટેણી બુટલેગિંગ સહિત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકા અને ભેસ્તાન પોલીસની સંયુક્ત ટીમે ભેસ્તાન આવાસમાં સરકારી મિલકત પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.