Home / Gujarat / Surat : People are angry after a child fell into a drain

સુરતમાં ગટરમાં બાળક પડી જતાં લોકોમાં રોષ, રોડ પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

સુરતમાં ગટરમાં બાળક પડી જતાં લોકોમાં રોષ, રોડ પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. શહેરના આ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક સીવરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું હોવાની માહિતી છે. હજુ સુધી તેની શોધખોળ ચાલી રહી છે. બાળકની ઓળખ કેદાર તરીકે થઇ છે. ત્યારે 18 કલાક વિતવા છતાં હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ચક્કાજામ કરતાં પોલીસે સમજાવટથી કામ લીધી છે.
 
પોલીસે આપી ખાતરી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વરિયાવ વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું છે. ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસ સમાજના લોકોને સમજાવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે જે પણ અધિકારી કે કર્મચારી હશે તેમના વિરુદ્ધમાં જરૂરથી કાયદેસરની કાર્યવાહી થશે. પરંતુ હાલ રોડ ચક્કા જામ કરવા યોગ્ય નથી.

લોકોમાં રોષ

નિતેશ ટાંકે કહ્યું કે, અધિકારી જ્યારે કાલે અહીં આવ્યા હતા ત્યારે ગટર લાઈનનો નકશો લેવા જવાનું કહ્યું હતું. અમે બધા આખી રાત નકશો આવશે તેની રાહ જોઈને બેઠા હતા, પરંતુ અધિકારી જે હતા તે ઘટના બની છે એના થોડાક જ દૂર બેસીને તાપણું કરી રહ્યા હતાં. આ કેટલી દુઃખદ બાબત છે કે, અધિકારીઓને કોઈપણ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજ લાઈનનો પ્રોપર નકશો મળી શકે. પરંતુ અધિકારીઓ યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા નથી, તેના કારણે ફાયર વિભાગ ભલે મહેનત કરી રહ્યું હોય, પરંતુ પરિણામ સામે આવી રહ્યું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. અધિકારીઓ ગંભીરતા રાખી રહ્યા નથી એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે. ઝોનના અધિકારીઓ પણ ગંભીરતાપૂર્વક સમગ્ર ઘટનામાં ઝડપથી કાર્યવાહી કરી રહ્યા નથી. અમે એક સમાજ, એક તાકાત સાથે લડીશું અને દીકરાને ન્યાય અપાવી જવાબદારોને સજા કરાવીશું.

Related News

Icon