Home / India : Gurugram News: This statement of the father came to light in the shocking Radhika Yadav murder case, read it

Gurugram News: ચકચારી રાધિકા યાદવ હત્યા કેસમાં પિતાનું આવું નિવેદન આવ્યું સામે, વાંચો

Gurugram News: ચકચારી રાધિકા યાદવ હત્યા કેસમાં પિતાનું આવું નિવેદન આવ્યું સામે, વાંચો

Gurugram News : ગુરુગ્રામમાં 10 જુલાઈએ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દીકરી Reels બનાવતી હોવાથી નારાજ પિતાએ મોતને ઘાટ ઉતાર હોવાનું સામે આવ્યું હતું, ત્યારે રાધિકા યાદવ હત્યા કેસને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે (12 જુલાઈ) રાધિકાના હત્યાના આરોપી પિતા દિપક યાદવને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી મોકલી દેવાયા છે. પિતા દીપકે પોતાની દીકરીની હત્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આ દરમિયાન દિપક યાદવના મોટાભાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ અમારા બધા માટે બહુ દુઃખની વાત છે.' જ્યારે રાધિકાના પિતાએ ભાઈને કહ્યું કે, 'મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો...' 'મારાથી કન્યા વધ થઈ ગયો...'

VIDEO: રાધિકા યાદવના પિતાએ ભાઈને કહ્યું- 'મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો' 2 - image

ટેનિસ ખેલાડી રાધિકા યાદના કાકા વિજય યાદવે કહ્યું કે, 'મારા ભાઈએ દીકરીની હત્યા બાદ પોલીસને કહ્યું કે મારો એવો રિપોર્ટ બનાવો કે મને ફાંસી મળી જાય. જ્યારે આ ઘટના બની ત્યારે હું અમારા ઘરે હતો. મને જાણકારી મળતાની સાથે હું ત્યાં પહોંચ્યો અને પછી દીપકે જ મને જણાવ્યું કે, મારાથી કન્યા વધ થઈ ગયો. રાધિકા અને તેમના બાળકોના ભવિષ્ય માટે તેણે ઘણુ કર્યું હતું.'

 

વિજય યાદવે પોતાના ભાઈને લઈને કહ્યું કે, 'સમાજ ટોણા મારતા હોય એવી કોઈ વાત ન હતી. એવી પણ વાત નથી કે, તે દીકરીની કમાણી ખાઈ રહ્યો હતો. જો તેણે પહેલા આ વાત જણાવી હોત તો આ પ્રકારની ઘટના સર્જાઈ ન હોત.'

સમગ્ર ઘટના મામલે કિરણ બેદીએ શું કહ્યું?

 

Related News

Icon