Home / Gujarat / Gandhinagar : Gujarat Rain Forecast: Heavy to very heavy rains predicted in the state till July 2, yellow and orange alert in these 28 districts tomorrow

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાલે આ 28 જિલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાલે આ 28 જિલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (26 જૂન) રાજ્યના 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતીકાલે 28 જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

28 જૂનની આગાહી
28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

29 જૂનથી 1 જુલાઈની આગાહી
રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

2 જુલાઈની આગાહી
2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Related News

Icon