આસામના મંત્રી પિયુષ હજારિકાએ સોમવારે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો. તેમણે પાર્ટી પર રાજ્યમાં "લોકશાહીને નુકસાન" પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો. મંત્રી પિયુષ હજારિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે પોસ્ટ કરી છે.
મંત્રી પિયુષ હજારિકાએ લખ્યું કે, આ રીતે આસામ કોંગ્રેસે આસામમાં લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. આજે તેમના ગુંડાઓએ આસામના મુખ્યમંત્રી પર બોટલથી હુમલો કર્યો, કાલે એ જ ગુંડાઓ ગ્રેનેડ ફેંકશે? કથિત હુમલાખોરોને કાયર ગણાવતા ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈને ટેગ કરતા તેમણે કહ્યું, "આ કાયરોને ચૂંટણી અને કાયદાકીય રીતે છોડવામાં નહીં આવે. "
https://twitter.com/Pijush_hazarika/status/1939668058412618073
ભાજપે કાર્યવાહીની માંગ કરી
આ કથિત ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. ભાજપે આ હુમલાની નિંદા કરી સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. જોકે, મંત્રી પિયુષ હજારિકાના આરોપો પર કોંગ્રેસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે, ઘણા લોકોએ તેને રાજકીય હિંસાનું ઉદાહરણ ગણાવ્યું છે.