Home / India : Engineer dies tragically after wanting to grow hair

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા ચહેરો સૂજી ગયો, વાળ ઉગાડવાની ઇચ્છામાં એન્જિનિયરનું દર્દનાક મોત

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા ચહેરો સૂજી ગયો, વાળ ઉગાડવાની ઇચ્છામાં એન્જિનિયરનું દર્દનાક મોત

યુપીના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક એન્જિનિયર (AE)નું મૃત્યુ થયું. પનકી પાવર પ્લાન્ટના AE વાળ ટ્રાન્સપ્લાન્ટ માટે એક ખાનગી ક્લિનિકમાં ગયા હતા. મહિલા ડોક્ટરે તેને ઇન્જેક્શન આપતાની સાથે જ તેનો ચહેરો સૂજી ગયો. તેની હાલત બગડવા લાગી. આ સમય દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જ્યાં એન્જિનિયરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેની પત્નીએ આરોપી ડોક્ટર વિરુદ્ધ રાવતપુર પોલીસ સ્ટેશનમાં ખોટા ઈન્જેક્શન આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઓફિસર કોલોનીમાં રહેતા એન્જિનિયર વિનીત દુબેનું 14 માર્ચે અવસાન થયું હતું. એન્જિનિયરના પરિવારે 54 દિવસ પછી મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે FIR નોંધી છે. એન્જિનિયરની પત્ની કેસ નોંધવા માટે પોલીસ સ્ટેશન, ચોકી, એસીપી, ડીસીપી ઓફિસના ધક્કા ખાતી રહી. પરંતુ તેની અરજી ક્યાંય સાંભળવામાં આવી ન હતી.

પનકી પાવર પ્લાન્ટમાં પોસ્ટેડ હતા વિનીત

વિનીત દુબે (37) પાવર પ્લાન્ટમાં સહાયક ઇજનેર તરીકે પોસ્ટેડ હતો. તે મૂળ ગોરખપુરનો હતો. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. વિનીત દુબે 13 માર્ચે વાળ ટ્રાન્સપ્લાન્ટ માટે એમ્પાયર વારાહી ક્લિનિકના ડૉ. અનુષ્કા તિવારી પાસે ગયો હતો. વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન મોત

પત્ની જયાએ કહ્યું કે ડૉ. અનુષ્કાએ ફોન કરીને જણાવ્યું કે વિનીતના ચહેરા પર થોડો સોજો છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન જ્યારે તેની તબિયત બગડવા લાગી, ત્યારે તેના પરિવારે તેને રીજન્સી હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં સારવાર દરમિયાન 14 માર્ચે તેનું અવસાન થયું. આ ઘટના પછી ડૉક્ટરે પોતાનું ક્લિનિક અને મોબાઇલ ફોન બંધ કરીને ભાગી ગઈ.

પોલીસે રિપોર્ટ દાખલ કર્યો

જયાએ કહ્યું કે તેણે તમામ ઓડિયો, વિડિયો અને અન્ય પુરાવાઓ સાથે સીએમ પોર્ટલ પર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પુરાવા સાથે ફરિયાદ બાદ રાવતપુર પોલીસે રિપોર્ટ નોંધ્યો છે. એસીપી અભિષેક પાંડેના જણાવ્યા અનુસાર, એન્જિનિયરની પત્નીની ફરિયાદના આધારે ડૉક્ટર વિરુદ્ધ બેદરકારીને કારણે મૃત્યુની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Related News

Icon