Home / India : 4 reasons for BJP's historic victory in Delhi

દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતના 4 કારણો, માઈક્રો મેનેજમેન્ટથી આક્રમક પ્રચાર ફળ્યો

દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતના 4 કારણો, માઈક્રો મેનેજમેન્ટથી આક્રમક પ્રચાર ફળ્યો

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થઇ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. એવામાં જોઈએ દિલ્હીમાં ભાજપની જીતના મોટા કારણો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1. ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ

દિલ્હીમાં બીજેપીએ માઇક્રો મેનેજમેન્ટેથી કામ કર્યું છે. યુપી અને બિહારના મતદારોને રીઝવવાની ખાસ રણનીતિના ભાગરૂપે, પાર્ટીએ યુપી અને બિહારના 100 થી વધુ સાંસદો અને ધારાસભ્યોને 30 બેઠકોની જવાબદારી સોંપી હતી. અહીં પૂર્વાંચલીના દરેક મતદાતાની ઘરે ઘરે મુલાકાત લેવામાં આવી અને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવવામાં આવ્યું. બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને કારણે જ પાર્ટીને 27 વર્ષ બાદ મોટી જીત મળી છે. 

2. AAPના ટોચના નેતાઓ જેલમાં હોવાનો લાભ ભાજપને મળ્યો

AAPના પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા. આ ઉપરાંત મોટાભાગના ધારાસભ્યો સામે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઘણા ધારાસભ્યો એવા હતા જેઓ પોતાના વિસ્તારના લોકોની વચ્ચે ગયા ન હતા. ગંદા પાણી, તૂટેલા રસ્તા જેવા જેવા ઘણા પ્રશ્નો હતા. એવામાં ભાજપે આ બાબતે ધ્યાન આપીને માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું. ભાજપે મતદાતાઓની મુલાકાત લઈને તેમને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવ્યું. 

3. દિલ્હી લિકર પોલિસી

દિલ્હીમાં AAP સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભી હતી તેનું નેતૃત્ત્વ કેવી રીતે જેલમાં ગયું? મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

4. ભાજપનો આક્રમક પ્રચાર

ભાજપ કોઈપણ ચૂંટણી તેની પૂરી તાકાતથી લડે છે. દિલ્હીની ચૂંટણી માટે ભાજપે તમામ 70 વિધાનસભા બેઠકોની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોને સોંપી હતી. આ સિવાય યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હરિયાણાના સીએમ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. કેન્દ્રીય નેતૃત્ત્વમાંથી પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહે એક ડઝનથી વધુ બેઠકો કરી અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. જેનો ફાયદો આજે પાર્ટીને મળ્યો છે. 

Related News

Icon