
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ભારતના ચૂંટણી પંચ મુજબ સાંજે 6 વાગ્યે મતદાનના ઔપચારિક બંધ સમય પછી કતારમાં ઉભા રહેલા મતદારોને જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન થયું છે. ગત 2020ની વિધાનસભા ચૂંટણીમાં 62.55 ટકા મતદાન થયું હતું.
https://twitter.com/ANI/status/1887111383130820928
૬૯૯ ઉમેદવારોમાંથી ૯૬ મહિલાઓ
મતદાન પૂર્ણ થતાંની સાથે જ 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ જશે. આ ઉમેદવારોમાં ૯૬ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ઉમેદવારોની મહત્તમ સંખ્યા 23 છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક આ ચૂંટણીની સૌથી ગરમ બેઠક રહી છે. અહીંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહિબ સિંહ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.
તેવી જ રીતે, કસ્તુરબા નગર અને પટેલ નગર બેઠકો પર સૌથી ઓછા ઉમેદવારો છે. આ બે બેઠકો પર પાંચ-પાંચ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.