પંજાબના જલાલાબાદમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિનું પર્સ ચોરાઈ ગયું હતું. જેમાં રોકડ 7 હજાર સહિત જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ હતા. પરંતુ ચોરે ઉદારતા દાખવીને પીડિતના મહત્ત્વના ડોક્યુમેન્ટ પોસ્ટ દ્વારા તેના ઘરે પરત કરી દીધા હતા. પીડિતનું નામ જસવિંદર સિંહ છે. ચોરે પીડિતના આધાર કાર્ડ અને પાન કાર્ડ પોસ્ટ દ્વારા તેના ઘરે મોકલી દીધા છે.

