VIDEO: વડોદરા જિલ્લામાં આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડયાને આજે બીજો દિવસ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 16 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે. હજી પણ બ્રિજ દુર્ઘટનામાં નદીના પ્રવાહમાં તણાયેાલ લોકોની શોધખોળ યથાવત્ છે. ત્યારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, આ અંગેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સરકાર તપાસ કરે. કોન્ટ્રાક્ટર અને કન્સ્ટ્રક્શને લઈ સઘન તપાસ કરાવી જોઈએ. જેથી સત્ય સામે આવશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાદરાના ગંભીરા બિજ ગત રોજ સવારે અચાનક વચ્ચેથી કટકા થઈ ગયો હતો અને લોકો મહીસાગર નદીમાં પડયા હતા.