Home / India : Why was Mahakumbh not handed over to the army? Premanand Puri angry with Yogi government after stampede

મહાકુંભને સૈન્યના હવાલે કેમ ના કર્યું? નાસભાગ બાદ યોગી સરકાર પર ગુસ્સે થયા પ્રેમાનંદ પુરી

મહાકુંભને સૈન્યના હવાલે કેમ ના કર્યું? નાસભાગ બાદ યોગી સરકાર પર ગુસ્સે થયા પ્રેમાનંદ પુરી

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ સરકાર અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું છે કે પોલીસ ભીડને સંભાળી શકી નહીં. આ પોલીસના નિયંત્રણમાં નહોતું. મહાકુંભ સેનાને હવાલે કરવું જોઈતું હતું. તેમણે કહ્યું કે સંતોએ શરૂઆતથી જ સરકાર પાસે આ મેળો સેનાને સોંપવાની માંગ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાગદોડ પછી, મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી મીડિયા સાથે વાત કરતાં રડી પડ્યા. તેમણે કહ્યું કે આ મેળાને સેનાને સોંપવામાં આવે. હજુ પણ સમય છે.

કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ

પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું, 'અમે પહેલાથી જ કહ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. જ્યારે આટલા બધા લોકો આવે છે ત્યારે પરિસ્થિતિને સંભાળવી પોલીસનું કામ નથી. મારું મન ખૂબ જ દુ:ખી છે. મેં મારા મિત્રોને મેદાનમાં કહ્યું કે તમારે અહીંથી કોઈ જ જાહેરાત ન કરવી જોઈએ કે અહી આવી ગંભીર ઘટના બી છે.  તમારે ધીમે ધીમે તમારા ભક્તોને તેમના શિબિરોમાં પાછા ફરવાનું કહેવું જોઈએ. કારણ કે ત્યાં પણ નાસભાગ થવાની શક્યતા છે. જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત, તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત.

અખાડાઓ આજે સ્નાનમાં ભાગ લેશે નહીં

તે જ સમયે, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું, "આ ઘટનાથી અમે દુઃખી છીએ. હજારો ભક્તો અમારી સાથે હતા. જાહેર હિતમાં, અમે નિર્ણય લીધો છે કે અખાડાઓ આજે સ્નાનમાં ભાગ લેશે નહીં. મારી લોકોને અપીલ છે કે તેઓ આજના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવે. ઉપરાંત, આ ઘટના એટલા માટે બની કારણ કે ભક્તો સંગમ ઘાટ પર જવા માંગતા હતા, તેના બદલે તેઓએ જ્યાં પણ પવિત્ર ગંગા જુએ ત્યાં સ્નાન કરવું જોઈએ. વહીવટીતંત્રનો કોઈ વાંક નથી. કરોડો લોકોની ભીડનું સંચાલન કરવું સરળ નથી. આપણે અધિકારીઓને સહકાર આપવો જોઈએ."

Related News

Icon