આતંકવાદીઓએ ફરી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી જમ્મુ-કાશ્મીરને ધણધણાવી દીધું છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરન ગામમાં ક્રૂરતાપૂર્વકનો હુમલો કરી પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 20 લોકોના મોત થયા હોવાની અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે, મૃતક અને ઈજાગ્રસ્તો અંગે સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. હાલ બૈસરન ગામમાં સીઆરપીએફના જવાનો સહિતનો સ્ટાફ તૈનાત કરી દેવાયો છે.

