Home / Gujarat / Rajkot : Rajkot news: 3-day remand of accused in Jetpur fake note case approved

Rajkot news: જેતપુરમાં નકલી નોટ કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Rajkot news: જેતપુરમાં નકલી નોટ કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Rajkot news: રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલી ચલણી નોટ સામે અસલી નોટ મેળવવાના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ દરમ્યાન મોટો ખુલાસો થયો હતો. જેમાં આ આરોપીઓ છેલ્લા પાંચથી છ મહિનાથી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માગતા ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેતપુર શહેરના ચકચારી અસલી સાથે નકલી ચલણી નોટોની હેરાફેરી કેસના આ આરોપીઓ જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો કર્યો છે. જેતપુરમાં 500ના દરની નકલી નોટો સાથે ત્રણ શખ્સ આવ્યા હતા સકંજામાં,આંગડિયુ કરવામાં અસલી નોટના બંડલમાં મૂકી નકલી નોટ માર્કેટમાં ફરતી કરતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનું પ્રિન્ટર મશીન,કાગળો સહિત સાહિત્ય કબ્જે લીધું છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

શું હતી સમગ્ર ઘટના 

500 રૂપિયાના બંડલમાં બનાવટી નોટો મૂકીને કરી છેતરપિંડી

રાજકોટ જિલ્લાના જેતપુરની એક આંગડિયા પેઢીના નિકેશ ચંદનાણી નામના વ્યક્તિએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, ગત 13 એપ્રિલના રોજ અમારી પેઢીમાં રવિ નામના વ્યક્તિએ 10 લાખનું આંગડિયુ કરાવ્યું હતું. રવિએ આપેલા રૂપિયા 500ની નોટોના બંડલમાં કુલ 12 નોટો ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જો કે, આ મામલે નિકેશે રવિ ડોબરિયાને વાત કરતા તેને પૈસા બદલવા મિત્રને મોકલશે તેમ કહ્યું હતું.

પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં આંગડિયા પેઢી આગળ વૉચ ગોઠવી હતી. આ દરમિયાન રવિ ડોબરિયા જ્યારે નકલી નોટો લેવા માટે જાય છે, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે. પોલીસે નકલી નોટો અંગે પૂછતાં રવિએ જણાવ્યું હતું કે, 'ધોરાજીના મારા મિત્રએ 10 લાખ રૂપિયાના બંડલમાં રૂપિયા 500ની નકલી નોટો ઉમેરી હતી અને પછી આંગડિયુ કર્યું હતું. તેણે મને નકલી નોટો બદલવા માટે મોકલ્યો હતો.' સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે તપાસ કરીને મુખ્ય સૂત્રધાર ધોરાજીના શખ્સ સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા.

 

 

 

Related News

Icon