
Mehsana News: ગુજરાતમાંથી સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં મહેસાણામાંથી એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. પતિ અને પત્ની એ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, નર્મદા કેનામાંથી ત્રણેયનો મૃતદેહ મળી આવ્યો હતો. કડીના આદુંદરા કેનાલમાંથી 36 વર્ષીય પત્ની ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય બાળક પ્રકાશ પંચાલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ કડીના બલાસર નર્મદા કેનાલમાંથી 38 વર્ષીય પતિ ધર્મેશભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણેયના મૃતદેહને કડી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યા છે.
નર્મદા કેનાલ પરથી પંચાલ પરિવારની કાર અને કારમાંથી સુસાઇડ નોટ તથા મોબાઈલ મળી આવ્યો છે. પોલીસે કાર, સુસાઇડ નોટ અને મોબાઈલ કબજે કર્યો છે. વ્યાજખારોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. સુસાઇડ નોટમાં પણ વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.