Home / Entertainment : Attractive body parts of Bollywood actresses

Photo/ બોલિવૂડની અભિનેત્રીઓના આકર્ષક અંગ-ઉપાંગો

Photo/ બોલિવૂડની અભિનેત્રીઓના આકર્ષક અંગ-ઉપાંગો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઑસ્કાર એવોર્ડ વિશ્વના સૌથી મોટા ફેશન રનવે તરીકે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ ઑસ્કારની લાલ જાજમ પર ફેશનલેબલ સેલિબ્રિટીઓનો એક મેળો જામ્યો હતો. આમાં જાંઘ સુધીનો લાંબો કાપ ધરાવતા કાળા ગાઉનમાંથી ઝાંકતો એન્જલિના જોલીનો જમણો પગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અત્યારે આ વાત ચર્ચામાં છે ત્યારે બૉલીવૂડની આપણી કેટલીક અભિનેત્રીઓના આકર્ષક અંગ-ઉપાંગ વિશે થોડી વાત કરી લઈએ...

કરીના કપૂર

કરીનાની સ્ટાઇલ, ખૂબસુરતી અને આકર્ષક ફીગર ધરાવતી એક સંપૂર્ણ પેકેજ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. આ ઉપરાંત તેનામાં રહેલા અભિનયના જિન્સનો પણ ઉલ્લેખ થઈ શકે છે. કરીના તેની દરેક ફિલ્મને એક ગ્લેમર પૂરું પાડે છે. બેબો તેના સૌથી આકર્ષક અંગ તરીકે તેની આંખોનું નામ લે છે. આ ઉપરાંત સૈફને તેના નિતંબ આકર્ષક લાગતા હોવાનું પણ તે ઘણીવાર કહે છે 'જબ વી મેટ'માં તેની હેરમ અને ટી-શર્ટમાં પણ તે ઘણી સેક્સી લાગતી હતી. કરિના આજે બે બાળકની માતા છે તેવું કોઈ કહે નહીં.

પ્રિયંકા ચોપરા

'અંદાઝ'ના દિવસોથી પ્રિયંકા ઘણી આગળ વધી ગઈ છે. આ દરમિયાન તેણે તેના દેખાવ અને અભિનયમાં પૂરતું ધ્યાન આપ્યું છે, પરંતુ આ દરમિયાન હોઠ મચકોડવાની તેની અદા (પાઉટ)માં જરા પણ ફેર પડયો નથી. તે ઝનૂન કે માસુમિયત સાથે તેના હોઠ મચકોડે છે ત્યારે રૂપેરી પડદા પર એક સેક્સી ચળકાટ છવાઈ જાય છે. 'ફેશન'માં તેનામાં થયેલો ફેરફાર જોઈશું ત્યારે સમજી શકાય છે કે તે સંપૂર્ણ બદલાઈ જાય છે, પરંતુ તેના 'પાઉટ'નો જાદુ બદલાતો નથી.

કેટરિના કૈફ

કેટરિના કૈફની ક્યૂટ અને પ્રીતિ ઇમેજ પર યુવાનો દિલ ઓવારી ગયા હતા. તેની ફિલ્મોમાં પણ તેને એક ગ્લેમરસ ડોલ તરીકે રજૂ કરવામાં આવતી હતી. ભારતીય તેમ જ પાશ્ચાત્ય પોશાકમાં પણ તે દીપી ઊઠે છે. હજુ સુધી તે એક ખૂબસુરત સ્ટાર તરીકે જ ઓળખાય છે. આ દરમિયાન 'તીસ માર ખાન'ના તેના 'શીલા કી જવાની' ગીતના તેના બેલી ડાન્સના સ્ટેપ્સે ફિલ્મી ચાહકોના દિલ ડોલાવી દીધા હતા અને તેને તેની ક્યૂટ ઇમેજમાંથી બહાર નીકળવાની તક પૂરી પાડી હતી. આનાથી વધુ હોટ ગીત કોઈ બની જ શકે તેમ નથી એમ લોકો માનવા લાગ્યા ત્યારે કેટરિનાએ 'અગ્નિપથ'ના 'ચીકની ચમેલી' આઇટમ ગીતમાં તેની સેક્સી કમર લચકાવીને દર્શકોનો આ ભ્રમ દૂર કરી દીધો હતો. આ ગીતના તેની 'કમર કા કમાલ'નો જાદુ હજુ સુધી લોકોના દિલો-દિમાગ પર છવાયેલો છે.

અનુષ્કા શર્મા

પાતળી કાયા પણ કામણગારી હોય છે એ વાત અનુષ્કાએ સાબિત કરી છે. 'રબને બનાદી જોડી'ના 'ડાન્સ પે ચાન્સ મારલે' ગીતમાં તેણે એક ગંદા ગરાજમાં પાર્ક કરેલી જૂની ગાડીઓ પર ઊભા રહીને ડાન્સ કર્યો ત્યારે તેનામાં રહેલા ગ્રેસ અને આત્મવિશ્વાસનો પરચો થઈ ગયો હતો. આ ઉપરાંત સેક્સી પેન્ટમાં છૂપાયેલા તેના લાંબા સેક્સી પગે રણવીર સિંહ (જેણે હજુ ફિલ્મોમાં પ્રવેશ કર્યો નહોતો) ને મોહમાં લપેટયો હોય તો નવાઈ નહીં. 'બદમાશ કંપની' અને 'લેડીઝ વિ. રિકી બહલ'માં તેની કૃશ કાયા અને અભિગમે તેની સેક્સીનું બિરુદ આપ્યું હતું. આ જ ફિલ્મમાં હોટ પેન્ટમાં તેણે બીચ પર દરિયામાં આગ લગાડી દીધી હતી.

દીપિકા પદુકોણ

તેના લાંબા સુડોળ ટોન્ડ પગ તેના સૌથી મહત્ત્વના પ્લસ પોઇન્ટ છે એ વાત દીપિકા સારી રીતે જાણે છે. રૂપેરી પડદા પર હોટ પેન્ટ, ટૂંકા સ્કર્ટ અને મિનિ ડ્રેસને 'કૂલ' બનાવવામાં આ અભિનેત્રીનો મહત્ત્વનો ફાળો છે . 'આરક્ષણને બાદ કરતા તેની દરેક ફિલ્મમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે એની નવાઈ લાગતી નથી. આની અસર ઘણી હોટ થાય છે વાતમાં શંકાને જરા પણ સ્થાન નથી. 'અધૂરે હમ' (બ્રેક કે બાદ) અને 'દમ મારો દમ'ના આઇટમ ગીતમાં તેના લટકા-મટકા કેટલા હોટ હતા એ જણાવવાની કોઈ જરૂર લાગતી નથી.ડિલીવરી બાદ પણ તેણે તેની સુડોળ કાયા જાળવી રાખી છે.

બિપાશા બાસુ

બિપાશાનું નામ આવતા જ તેના 'કિલર કિલવેજ' તરત જ યાદ આવે છે. તેના લાંબા પગ પણ તેના આકર્ષણનું એક મહત્ત્વનું અંગ છે. સેક્સી શબ્દ બિપાશાનો એક પર્યાય બની ગયો છે. તે શોર્ટ મિનિ ગાઉન કે એક સાદા શર્ટમાં ડાન્સ કરે તો પણ તેની હાજરી માત્ર પડદાને સળગાવી દેવા પૂરતી છે, પરંતુ તેના કિલર ક્લિવેજ કોઈની નજરમાંથી બચી શકતા નથી. 'જિસ્મ'થી માંડીને 'જોડી બ્રેકર્સ' સુધી બિપ્સના 'કિલર ક્લિવેજ' ચર્ચા ઓછી થઈ નથી. 'જોડી બ્રેકર્સ'ના 'બિપાશા બિપાશા'માં તેની મારકણી અદાએ અને લટકા-ઝટકાએ સેક્સીની એક નવી વ્યાખ્યા પૂરી પાડી હતી. જો કે તાજેતરમાં તે થોડી મેદસ્વી બની હોવાની ચર્ચા ચાલે છે.

Related News

Icon