અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર વિવાદને કારણે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. કમપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે આઈકેડીઆરસીમાં 1999થી 2017 દરનિયાન સ્ટેમ સેલ થેરાપી હેઠળના 741 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કુલ 2352 દર્દીઓમાંથી 2132 દર્દીઓમાં સ્ટેમ સેલ થેરાપી કારગત નીવડી નહોતી.

