ભારે હોબાળા વચ્ચે વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું અને કહ્યું કે તેને લાવવું ખૂબ જ જરૂરી હતું. તેમણે પૂછ્યું કે આ સુધારા બિલ લાવવાની જરૂર કેમ પડી. અમે 2014માં ચૂંટણી લડી હતી, અને તે પહેલાં 2013માં કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા જે આશ્ચર્યજનક છે. રિજિજુએ કહ્યું કે જો આ સુધારા બિલ લાવવામાં ન આવ્યું હોત તો આજે જ્યાં ચર્ચા ચાલી રહી છે તે સંસદ ભવન પણ વકફ મિલકત હોત. કિરેન રિજિજુએ કહ્યું કે 1970થી વક્ફ બોર્ડ સંસદ ભવન સહિત ઘણી જગ્યાઓ પર દાવો કરી રહ્યું છે. આ સ્થળોને 2013માં ડિનોટિફાઇડ કરવામાં આવ્યા હતા, અને તેના કારણે વક્ફ બોર્ડે તેમના પર દાવો કર્યો હતો.

