કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ સામે ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. બંનેએ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન કેટલીક મેચોમાં ઓપનિંગ પણ કરી હતી. રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી કેએલ યશસ્વીનું સ્થાન લીધું છે. તેમની જોડી પહેલી મેચમાં હિટ રહી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેર્યા હતા.

