Home / Sports : KL Rahul made a big revelation about Rishabh Pant's run out in lords test

IND vs ENG / રાહુલની ઉતાવળ કે પોતાની ભૂલ ક્યા કારણે રન આઉટ થયો પંત? ભારતીય ઓપનરે કર્યો ખુલાસો

IND vs ENG / રાહુલની ઉતાવળ કે પોતાની ભૂલ ક્યા કારણે રન આઉટ થયો પંત? ભારતીય ઓપનરે કર્યો ખુલાસો

લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય બેટર રિષભ પંતના રન આઉટ થવા પર કેએલ રાહુલે મોટો ખુલાસો કર્યો છે. ભારતની પહેલી ઈનિંગમાં સદી ફટકારનાર રાહુલે જણાવ્યું કે, "મારા અને પંત વચ્ચે સદી ફટકારવા અંગે ચર્ચા થઈ હતી. હું લંચ પહેલા સદી ફટકારવા માંગતો હતો. મારી લાલચના કારણે રિષભ પંત રન આઉટ થઈ ગયો હતો."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિષભ પંત કેમ રન આઉટ થયો?

વિકેટકીપર અને બેટર રિષભ પંત રન આઉટ વિશે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે જણાવ્યું હતું કે, "મેં તેને (પંત) કહ્યું હતું કે જો શક્ય હોય તો, હું લંચ પહેલા મારી સદી પૂર્ણ કરીશ અને લંચ પહેલા બશીરની છેલ્લી ઓવરમાં મને લાગ્યું કે મારી પાસે સદી ફટકારવાની સારી તક છે, પરંતુ કમનસીબે બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. તે એવો બોલ હતો જેના પર હું ચોગ્ગો મારી શકતો હતો."

ભારતીય બેટરે જણાવ્યું કે, "પછી પંત ઈચ્છતો હતો કે હું સ્ટ્રાઈક રોટેટ કરું, પરંતુ તે રન આઉટ થવાથી મેચની દિશા બદલાઈ ગઈ. તે અમારા બંને માટે નિરાશાજનક હતું. સ્વાભાવિક છે કે, કોઈપણ આ રીતે પોતાની વિકેટ નથી ગુમાવવા માંગતું."

રિષભ પંત 74 રન બનાવીને આઉટ થયો

ઉલ્લેખનીય છે કે, સ્પિનર શોએબ બશીર ભારતની પહેલી ઈનિંગની 66મી ઓવર ફેંકી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર બશીરે ઓફ સ્ટમ્પની બાજુથી એક બોલ ફેંક્યો. પંતે કવર પોઈન્ટ તરફ રમીને સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો. સદીની ખૂબ નજીક રહેલા કેએલ રાહુલે નોન-સ્ટ્રાઈક એન્ડથી દોડ્યો. પંત પણ 2 સ્ટેપ દોડ્યા પછી થોડીવાર માટે રોકાઈ ગયો. જોકે, પછી તેણે રન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પાછળ ફરીને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રોકેટ થ્રો કર્યો. થ્રો સીધો સ્ટમ્પ પર લાગ્યો અને રિષભ પંત 74 રન બનાવીને આઉટ થયો હતો.

Related News

Icon