Home / Lifestyle / Health : craze for looking young is centuries old, know global market for anti-aging drugs!

Health: યુવાન દેખાવની ઘેલછા છે સદીઓ જૂની, એન્ટી એજિંગ ડ્રગ્સનું ગ્લોબલ માર્કેટ જાણી ચોંકી જશો!

Health: યુવાન દેખાવની ઘેલછા છે સદીઓ જૂની, એન્ટી એજિંગ ડ્રગ્સનું ગ્લોબલ માર્કેટ જાણી ચોંકી જશો!

ઉંમર વધે નહીં ને કાયમ યુવાન દેખાઈ શકાય તે માટે સદીઓથી પ્રયાસો થાય છે. વધતી ઉંમર અટકાવી દેવા માટે પ્રાચીન સમયમાં જાત-ભાતના નુસખા કરવામાં આવતા હતા. દુનિયાની પ્રાચીન સભ્યતાઓમાં ઉંમર વધે નહીં તે માટે જે તરકીબો અજમાવવામાં આવતી હતી તેના પુરાવા મળ્યા છે. ઈજિપ્ત, ભારત, ચીન, મેસોપેટોમિયા જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં રાજા-મહારાજાઓ-ઉમરાવો યુવાન રહેવા માટે જાત-ભાતના પ્રયાસો કરતા હતા. ઈજિપ્તની રાણી ક્લિઓપેટ્રા યુવાન રહેવા માટે કુંવારી યુવતીઓના રક્તથી સ્નાન કરતી હોવાની દંતકથાઓ છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં વધતી ઉંમર રોકવા માટે આયુર્વેદિક ઉપાયો આપવામાં આવ્યા હતા. બ્રિટનમાં એલિઝાબેથ-પ્રથમનું રાજ હતું તે વખતે રાણી એલિઝાબેથ અને તેમની સહેલીઓ યુવાન દેખાવા માટે કાચું માંસ ચહેરા પર ઘસતી હતી એમ કહેવાય છે. ૧૮મી સદી સુધી આખા યુરોપમાં એ ટેકનિક મહિલાઓમાં ઘણી જાણીતી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વધતી ઉંમર અટકાવી શકાય તે માટે ૨૦મી સદીના બીજા-ત્રીજા દશકાથી છૂટા-છવાયા પ્રયોગો શરૂ થયા હતા. એમાંય ડીએનએની ઓળખ થયા પછી જેમ જેમ માનવશરીરની આંતરિક રચનાનો ખ્યાલ આવતો ગયો તેમ તેમ એન્ટી એજિંગની દવાઓ, પ્રોડક્ટ પર અનેક પરીક્ષણો થવા માંડયા. એમાંથી યુવાન દેખાડતી ફેસક્રીમથી માંડીને સર્જરી સુધીની બાબતોનું માર્કેટ વધવા માંડયું. ૧૯૯૦માં પહેલી વખત ગ્રોથ હોર્મોનલ થેરપી થઈ. એમાં જણાયું કે એ થેરપીમાં હોર્મોનમાં ફેરફાર કરી શકાય છે અને તેનાથી ઉંમરની સાઈકલ ધીમી પડી જાય છે. એ પછી સ્કાયટ્રોફા નામની દવાથી ઉંમરને અટકાવવામાં સફળતા મળી. પછી તો આવી મોંઘી દવાઓ માર્કેટમાં આવવા માંડી. જે હોર્મોનલ ચેન્જ પર કામ કરતી હોવાથી ચહેરા પર કરચલીઓ દેખાતી નથી. ઉંમર ૪૦-૪૫ની હોય છતાં દેખાય ૨૫-૩૦ની. ચામડી યુવાનો જેવી ચળકતી રહેતી હોવાથી આવી દવાઓનો ક્રેઝ વધવા માંડયો. જોકે, એ ખૂબ મોંઘી હોવાથી દરેકને પરવડે નહીં. આવી દવાઓ સેલિબ્રિટીઝમાં પોપ્યુલર થવા માંડી. ગ્લેમર વર્લ્ડમાં કામ કરતાં લોકો, ઉદ્યોગપતિઓ વગેરેમાં ઉંમર વધે નહીં તે માટેની ટ્રિટમેન્ટ અને દવાઓ રૂટિન થઈ ગઈ.

એન્ટી એજિંગ ડ્રગ્સનું ગ્લોબલ માર્કેટ

એન્ટી એજિંગના ગ્લોબલ માર્કેટમાં ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. ૨૦૨૩માં એન્ટી એજિંગની દવાઓનું વૈશ્વિક માર્કેટ ૭૯ અબજ ડોલર હતું. ૨૦૨૪ના અંતે એ વધીને ૮૩ અબજ ડોલરે પહોંચ્યું હતું. ૨૦૨૫ના અંતે ૮૭-૮૮ અબજ ડોલરે પહોંચનારું આ માર્કેટ ૨૦૩૩ સુધીમાં તો ૧૨૨ અબજ ડોલરને પાર થઈ જશે. સામાન્ય લોકોમાંય હવે એન્ટી એજિંગ ડ્રગ્સ લેવાનું વલણ વધ્યું હોવાથી આ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. પહેલાં સૌ કોઈને આ મોંઘી દવાઓ પોષાતી ન હતી. હવે પરિવર્તન આવ્યું છે અને દુનિયાના અપર મિડલ ક્લાસની આવકમાં ધરખમ વધારો થયો છે. એ વર્ગ પણ યુવાન દેખાવા માટે આ દવાઓનો ઉપયોગ કરે છે એટલે આગામી સમયમાં આ દવાઓનું વેચાણ વધશે.

શેફાલી જરીવાલા ગ્લુટાથિયોનનું સેવન કરતી હતી 

અભિનેત્રી શેફાલી જરીવાલએ વિટામીન સી અને ગ્લૂટાથિનયોનનું સેવન શરૂ કર્યું હતું. દાવો તો ત્યાં સુધી થાય છે કે અભિનેત્રીએ પોતાની રીતે સ્ટડી કરીને દવાઓ શરૂ કરી હતી. કોઈ એક્સપર્ટ્સ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લીધું ન હતું. છેલ્લાં છ વર્ષથી શેફાલી એન્ટી એજિંગની દવાઓ લેતી હતી. તબીબી સલાહ વગર લીધેલી દવાઓની તેના શરીરમાં આડઅસર થયાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિટામીન સીથી ચામડીમાં કરચલી પડતી અટકે છે, અથવા તો કચરલી પડવાની પ્રોસેસ ધીમી પડી જાય છે. ગ્લાટાથિયોનથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને ડીટોક્સીફિકેશન માટે કામ લાગે છે. સેલને નુકસાન થતું અટકાવે છે એટલે શરીરમાં સ્ફૂર્તિ જણાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન આડઅસરને નોતરું આપે છે.

એન્ટી એજિંગ દવાથી હાર્ટ-લિવરને નુકસાન થઈ શકે

એન્ટી એજિંગ દવાઓથી ચહેરા પર રોશની દેખાય છે. ગ્લેમર વર્લ્ડમાં જરૂરી છે એવો ગ્લો મોં પર સતત દેખાય છે. પરંતુ તેની માત્રા વધી જાય તો હૃદયને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. લિવર અને કીડની પર પણ તેની ગંભીર અસરો પડી શકે છે. શેફાલી જરીવાલને કાર્ડિયાર અરેસ્ટ આવ્યો એ પછી તબીબોએ ઓપિનિયન આપ્યો એ પ્રમાણે શેફાલીને હાર્ટ પર અસર થઈ હતી. દવાઓની માત્રા વધવાના કારણે હૃદયનું લોહીનું પરિભ્રમણ અસરગ્રસ્ત બન્યું હોવું જોઈએ.

સર્ટિફાઈડ તબીબો પાસેથી જ દવાઓ લેવી જોઈએ

શેફાલીનું કાર્ડિયાક અરેસ્ટમાં મૃત્યુ થયું તે પછી એના કારણોની ચર્ચા થઈ. ૪૨ વર્ષની વયે આવેલા આ જીવલેણ કાર્ડિયાક અરેસ્ટ પાછળ એક્સપર્ટ્સની સલાહ વગર લીધેલી એન્ટી એજિંગની દવાઓને જિમ્મેદાર માનવામાં આવે છે. ત્યારે એક્સપર્ટ્સે એક સૂરે કહ્યું કે એન્ટી એજિંગની દવાઓ બિલકુલ કામ કરે છે, પરંતુ તે સર્ટિફાઈડ તબીબોના માર્ગદર્શનમાં લેવી જોઈએ. શરીરની તાસીર મુજબ, ક્ષમતાને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબો ડ્રગ્સની માત્રામાં ફેરફાર કરે છે. જો એવું ન કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવે છે.

- કાર્ડિયાક અરેસ્ટમાં ૪૨ વર્ષની બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું અવસાન થયું. આ કાર્ડિયાક અરેસ્ટ આવવા પાછળ એન્ટી એજિંગ દવાઓ જવાબદાર હતી એવો દાવો થયો છે

- ૨૦૩૩ સુધીમાં વધતી ઉંમર અટકાવતી દવાઓનું વેચાણ ૧૨૨ અબજ ડોલરે (અંદાજે ૧,૦૪,૮૬,૮૬,૭૦,૯૪,૯૨૦ રૂપિયા) પહોંચી જશે

- એન્ટી એજિંગ ડ્રગ્સથી ચહેરા પર ઉંમર દેખાતી નથી, પરંતુ શરીરના આંતરિક અંગો ખોખલા થતાં હોવાનો તબીબોનો મત

- એન્ટી એજિંગ એટલે કે વધતી ઉંમર અટકાવતી દવાઓનું માર્કેટ ઝડપભેર ૫.૫ ટકાના દરે વધ્યું

Related News

Icon