Home / Lifestyle / Health : Drinks that will help you boost immunity naturally during monsoon

Health Tips / ચોમાસામાં દરરોજ પીઓ આ કંદમૂળ અને ફળનું જ્યુસ, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Health Tips / ચોમાસામાં દરરોજ પીઓ આ કંદમૂળ અને ફળનું જ્યુસ, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ એવી ઋતુ છે જ્યારે તમારે તમારા સ્વાસ્થ્યનું બમણું ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં ઘણા રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તો તમે સરળતાથી કોઈપણ રોગનો શિકાર બની શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આવી સ્થિતિમાં તમારે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમારે તમારા ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી તમને જરૂરી પોષક તત્વો મળી શકે. આ માટે, તમે કંદમૂળ અને ફળને ડાયટનો ભાગ બનાવી શકો છો. આજે અમે તમને કેટલાક કંદમૂળ અને ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું જ્યુસ તમારે ચોમાસાની ઋતુમાં પીવો જ જોઈએ. આ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરશે. ચાલો જાણીએ એવા કંદમૂળ અને ફળ વિશે જેનું જ્યુસ તમને ઘણા પ્રકારના મોસમી રોગોથી બચાવી શકે છે.

કીવીનું જ્યુસ

તમને જણાવી દઈએ કે કીવી પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન C સારી માત્રામાં હોય છે. તે આપણને અનેક પ્રકારના રોગોથી બચાવે છે. ચોમાસાની ઋતુમાં કીવીનું જ્યુસ પીવાથી માત્ર પ્લેટલેટ્સ જ નહીં વધે, પરંતુ પેટ પણ સ્વસ્થ રહે છે. તે ડેન્ગ્યુ અને અસ્થમા જેવા રોગોથી બચાવે છે. તે બ્લડ પ્રેશર અને સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

ચેરીનું જ્યુસ

તમે વરસાદની ઋતુમાં ચેરીનું જ્યુસ પણ પી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. એન્ટી-ઓકિસડન્ટ ગુણધર્મોની સાથે, તે વિટામિન A, B, C, પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે. તે તમારી ઊંઘ પણ સુધારી શકે છે.

ગાજર, બીટ અને સફરજનનું જ્યુસ

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે, તમારે તમારા ડાયટમાં ગાજર, બીટ અને સફરજનું જ્યુસ શામેલ કરવો જોઈએ. તે વિટામિન A, C અને B6ની ઉણપને પણ પૂર્ણ કરી શકે છે. આ વાયરલ અને ચેપ સામે લડવામાં મદદરૂપ છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon