Home / Lifestyle / Health : What is the difference between a heart attack and a cardiac arrest?

Health Tips  :  હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું છે ફરક? જાણો બંનેના લક્ષણો 

Health Tips  :  હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું છે ફરક? જાણો બંનેના લક્ષણો 

આજકાલ હાર્ટ એટેક અને અચાનક કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. જોકે, મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. બંનેના લક્ષણો એકદમ સમાન હોય છે, જેના કારણે લોકો માટે એ સમજવું મુશ્કેલ બને છે કે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે કે કાર્ડિયાક અરેસ્ટ. અહીં જાણો ડોક્ટર પાસેથી હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત છે. હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો શું છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાર્ટ એટેક શું છે? 

સરળ શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેકમાં વ્યક્તિના હૃદય સુધી લોહી યોગ્ય રીતે પહોંચી શકતું નથી, આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે છે. જ્યારે હાર્ટ એટેક આવે છે, ત્યારે છાતી ઝડપથી દબાય છે, જેના કારણે હૃદયમાં રક્ત પરિભ્રમણ શરૂ થાય છે. બીજી રીતે જ્યારે હૃદયની અંદર લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, ત્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે અને તેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. હાર્ટ એટેકમાં હૃદય ધબકતું રહે છે, પરંતુ સ્નાયુઓને લોહી મળતું નથી. આ સમયે શરીરના બાકીના ભાગમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રહે છે. જ્યારે હાર્ટ એટેક આવે છે, ત્યારે વ્યક્તિ હોશમાં રહે છે.

હાર્ટ એટેકના લક્ષણો

છાતીમાં દુખાવો
છાતીમાં બેચેની
જીવ મૂંઝાવવો
છાતીમાં બળતરા
અપચો અથવા પેટમાં દુખાવો
થાક અને સોજો
ઠંડી લાગવી અને હાથનો દુખાવો
ચક્કર આવવા
ગળા અથવા જડબામાં દુખાવો

કાર્ડિયાક અરેસ્ટ શું છે?
 
કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિનું હૃદય શરીરમાં લોહી પંપ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ બેભાન થઈ જાય છે. કાર્ડિયાક એટેકમાં લોહી હૃદયની અંદર પહોંચે છે પરંતુ હૃદય લોહી પંપ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરના અન્ય અંગો સુધી લોહી અને ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરના અન્ય ભાગો પણ કામ કરવાનું બંધ કરી દે છે. જો હૃદય ધબકતું બંધ થઈ જાય, તો વ્યક્તિ શ્વાસ નથી લઈ શકતો. હાર્ટ એટેકના કિસ્સામાં અચાનક કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો

અચાનક બેભાન થવું
અચાનક પડી જવું
હૃદયના અચાનક ઝડપી ધબકારા
નાડી અને બ્લડ પ્રેશરમાં ઘટાડો
શ્વાસ લેવામાં તકલીફ અને ગભરાટ

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.
 

Related News

Icon