Home / Lifestyle / Travel : Keep these things in mind while going to Water Park

Travel Tips / ઉનાળામાં Water Park જઈ રહ્યા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો મજા બની જશે સજા

Travel Tips / ઉનાળામાં Water Park જઈ રહ્યા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો મજા બની જશે સજા

ઉનાળાની રજાઓનું નામ સાંભળતાની સાથે જ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકના મનમાં એક વિચાર આવે છે અને તે છે વોટર પાર્ક (Water Park). ઘણીવાર ઉનાળામાં, વ્યક્તિને ઠંડી જગ્યાએ જવાનું મન થાય છે અને ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં રાઈડ્સની મજા પણ માણી શકાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વોટર પાર્ક (Water Park) એક એવી જગ્યા છે જ્યાં તમને ખ્યાલ પણ નથી આવતો કે દિવસ કેવી રીતે પસાર થઈ જાય છે. પરંતુ થોડી બેદરકારી આ મજાને બીમારી કે ઈજામાં ફેરવી શકે છે. જો તમે પણ તમારા પરિવાર કે મિત્રો સાથે વોટર પાર્ક (Water Park) ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો.

યોગ્ય સ્વિમવેર પસંદ કરો

વોટર પાર્ક (Water Park) માં જતી વખતે યોગ્ય સ્વિમવેર પસંદ કરવો એ ફક્ત સ્ટાઇલ માટે જ નહીં પરંતુ આરામ અને સલામતી માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.ખૂબ જ લુઝ અથવા ટાઈટ કપડા સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, એવા સ્વિમવેર પહેરો જેમાં શ્વાસ લેવામાં તકલીફ ન થાય.

કોટનના સ્વિમવેર ટાળો, કારણ કે ભીના થવા પર તે ભારે થઈ જાય છે. તમે નાયલોન, સ્પેન્ડેક્સ અથવા પોલિએસ્ટરથી બનેલા સ્વિમવેર ખરીદી શકો છો. આ ઉપરાંત, જો તમે સ્વિમિંગ પુલમાં ઘણો સમય વિતાવવાના છો, તો તમારા વાળ અને આંખોને સુરક્ષિત રાખવા માટે સ્વિમિંગ કેપ અને ગોગલ્સનો ઉપયોગ ચોક્કસ કરો.

સૂર્યપ્રકાશથી રક્ષણ આવશ્યક છે

લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે વોટર પાર્ક (Water Park) ની મુલાકાત લેવાથી તેમની ત્વચા કાળી થઈ જાય છે. જો તમારી સાથે આવું થાય, તો તડકામાં બહાર જવાનું ટાળો અને વોટરપ્રૂફ અથવા ઓછામાં ઓછું SPF 30+ સનસ્ક્રીન લગાવો. દર 2-3 કલાકે તેને ફરીથી લગાવવાનું ભૂલશો નહીં, ખાસ કરીને પાણીમાં ગયા પહેલા અને બહાર નીકળ્યા પછી.

આ સાથે માથાને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા માટે બ્રિમ ટોપી અથવા કેપ પહેરવી મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને બાળકો માટે. જો બાળકો તમારી સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો તેમને સૂર્યથી બચાવવા માટે ખાસ કાળજી લો. યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા આંખોને સૂર્યથી બચાવે છે અને સ્ટાઇલિશ પણ લાગે છે. 

હાઈડ્રેશનનું ધ્યાન રાખો

વોટર પાર્ક (Water Park) માં મજા કરતી વખતે, આપણે ઘણીવાર પાણી અને ખોરાક વિશે ભૂલી જઈએ છીએ. તમારે આ બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે તમને ડિહાઈડ્રેટેડ થઈ શકે છે. આનું કારણ એ છે કે પાણીમાં રમવાથી એવું લાગે છે કે શરીરને ભેજ મળી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં શરીર ધીમે ધીમે અંદરથી ડિહાઈડ્રેટ થવા લાગે છે.

તેથી, દર કલાકે 1 ગ્લાસ પાણી પીવો, ફક્ત તરસ લાગે ત્યારે જ નહીં. કારણ કે પાણી વગર થાક, માથાનો દુખાવો અને ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને રમતી વારંવાર થોડી માત્રામાં પાણી આપતા રહો. આ ઉપરાંત, બ્રેક દરમિયાન નાસ્તો પણ આપો.

સમયનું આયોજન કરો અને ભીડ ટાળો

જો સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વોટર પાર્ક (Water Park) ની મજા બમણી થઈ જાય છે. તમને ન તો ભીડ મળશે અને ન તો તમારે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે. જો શક્ય હોય તો, સોમવારથી શુક્રવાર દરમિયાન વોટર પાર્ક (Water Park) ની મુલાકાત લો. વિકએન્ડ પર અને રજાના દિવસોમાં ઘણી ભીડ હોય છે, જેના કારણે વધુ રાહ વધુ જોવી પડે છે.

વોટર પાર્ક (Water Park) ખુલ્યાના પહેલા 30 મિનિટમાં પ્રવેશ કરો. આ સમયે, ભીડ ઓછી હોય છે અને તમે લાઈનમાં ઉભા રહ્યા વિના રાઈડ્સનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત, પાર્કમાં પ્રવેશતા પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરો. આ રીતે તમે લાઈનથી બચી શકો છો અને ક્યારેક તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

જો વોટર પાર્ક (Water Park) માં મજા કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો ઈન્ફેકશન અને ત્વચાની સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. પૂલમાં જતા પહેલા અને પછી સ્નાન કરવું મહત્ત્વપૂર્ણ છે, તેથી દરેક વોટર પાર્ક (Water Park) માં શાવર ઉપલબ્ધ હોય છે.

પરંતુ આ જગ્યાઓ પર ખુલ્લા પગે ન ચાલો, કારણ કે તેના પર ચાલવાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી, ચપ્પલ અથવા વોટર શૂઝ ચોક્કસપણે પહેરો. ઉપરાંત, તમારા હાથ ધોવાનું અથવા સેનિટાઇઝ કરવાનું ન ભૂલો.

Related News

Icon