મધ્યપ્રદેશના ભાજપના મહિલા મંત્રીએ 1000 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ભાજપના મહિલા મંત્રીનું નામ સંપતિયા ઉઈકે છે અને તેઓ જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, કાંડ સામે આવ્યા બાદ તેની તપાસ પીએચઈ વિભાગના જ એન્જિનિયર-ઈન-ચીફ સંજય અંધવાનને સોંપાઈ છે. પોતાના બચાવમાં મહિલા મંત્રીએ કહ્યું કે, ‘જે લોકો તપાસ કરાવવા ઈચ્છે છે, તેઓ તપાસ કરી શકે છે. મને તેનાથી કોઈ વાંધો નથી.’

