IPL 2025ની 45મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ રવિવાર, 27 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉ જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે LSG એ MIને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 12 રનથી હરાવ્યું હતું. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા, LSG એ 20 ઓવરમાં 203 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, MIએ સારું પ્રદર્શન કર્યું પણ માત્ર ટીમ 191 રન જ બનાવી શકી. જોકે LSG છેલ્લી વખત જીત્યું હતું, પરંતુ આ વખતે તેના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને મેચમાં નબળી ટીમ માનવામાં આવે છે.

