
Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી વિસ્તારમાં વ્યાજખોરોના વધતા જતા ત્રાસને પગલે છેલ્લા 45 દિવસમાં સાત વ્યક્તિઓનાં મોત થઈ ચૂક્યા છે ત્યારે ગતરાત્રીએ જાદર પોલીસ દ્વારા નવ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે તેમજ વ્યાજખોરિ સહિત મૃત્યુની દુષ્પપ્રેરણાની કલમો લગાવાઈ છે જોકે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરાઈ છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડરના ફીચોડ ગામે છેલ્લા કેટલાય સમયથી નવ જેટલા શખ્સો કનુભાઈ નાઈ નામના વ્યક્તિને જાનથી મારી નાખવા સહિત શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેના પગલે કનુભાઈ નાઈએ પોતાના પાંચ વર્ષના પુત્રને ગામની નજીક આવેલા કૂવામાં નાખી પોતે પણ કૂવામાં ઝંપલાવી જેના પગલે તેમનું મોત થયું હતું. જોકે કનુભાઈ ના પરિવારજનો જાદર પોલીસ મથકે નામજોગ ફરિયાદ આપતા નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય છે આપઘાત કરતા પહેલા પોતાની સુસાઇડ નોટ વોટ્સએપ ગૃપોમાં ફોરવર્ડ કરી આપઘાત કર્યો હતો જેના પગલી પોલીસે પણ આ મામલે નવ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે જેમાંથી બેંકના કર્મચારીની અટકાયત થઈ છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરાઈ છે.
સામાન્ય રીતે દુષ્પપ્રેરણ સહિત આપઘાત માટે મજબૂર કરનારા લોકોનો ગુનાહિત ઈતિહાસ લાંબો હોય છે ત્યારે ફીચોડના કનુભાઈ નાઈ ના આપઘાત સહિત દુસપ્રેરણ મામલે હાલમાં તેમજ અન્ય પોલીસ મથકે તમામ આરોપીઓની યાદી બનાવી મોકલી આપવામાં આવી છે જે થકી આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અંગે પણ ટૂંક સમયમાં ખુલાસો થશે જોકે પોલીસે તમામ નવ આરોપીઓની યાદી બનાવી અન્ય પોલીસ મથકોમાં પહોંચાડી છે તેમજ તમામની ઝડપી લેવા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જોકે સાબરકાંઠાના ઈડર, વડાલી વિસ્તારમાં 45 દિવસમાં સાત વ્યક્તિઓનાં મોત થયાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર સર્જાય છે ત્યારે હાલમાં 9 સામે ફરિયાદ દાખલ થયા બાદ પરિવારજનો સહિત સ્થાનિકો પણ આ મામલે પાયારૂપ તપાસ કરી જવાબદાર સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જોકે મૃતકોને આ મામલે ક્યારેક કેટલો ન્યાય મળે છે તે પણ મહત્વનું બની રહે છે...
જાદર પોલીસ મથકે નવ વ્યાજખોરો સામે નામજોગ નોંધાઈ ફરિયાદ
૧) પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા, રહે.ઈડર..
૨) હરેશ વિનોદભાઈ પટેલ, રહે. પ્રતાપપુરા, ઈડર..
૩) લાલા ઈશ્વરભાઈ પટેલ, રહે.ફીંચોડ, ઇડર.
૪) હિતેશ વિઠ્ઠલભાઈ પટેલ, રહે.કમાલપુર, ઈડર..
૫) ફિરોઝ ઐયુબભાઈ મેમણ, મેનેજર, હિંમતનગર..
૬) જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત, હાલ રહે. ગાંધીનગર..
૭) જયંતી મણાભાઈ પટેલ, રહે. ફલાસણ, ઈડર..
૮) દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ, રહે. ખોડમ, ઈડર..
૯) મૌલિક શીવાભાઈ નાઈ, રહે. ફીંચોડ, ઈડર, સાબરકાંઠા..
નવ પૈકી એક આરોપીને ઝડપી લેવાયો.
૧) ફિરોઝ અયુબભાઈ મેમણ, મેનેજર, હિંમતનગર