
ડીસા તાલુકાના ધાણા ગામે તારીખ 25-9-2002ના રોજ જમીન મામલે ગામમાં ધિંગાણું ખેલાયું હતું. જેમાં બન્ને જૂથમાંથી પટેસ વાલાજી રહે રામસણ, તા ડી,ા અને ઠાકોર ચેનાજી વીહાજી રહે ધાણા, તાલુકો ડીસા વાળાને ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જેમાં બન્ને પક્ષે આગથઆળા પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે બન્ને પક્ષે 45 શખ્સો સામે ગુનો દાખલ કર્યો
પોલીસે બન્ને પક્ષે 45 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસની તપાસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પ્રથમ કેસ પાલનપુર સેશન્સ કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં 2015થી આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
કેસમાં કુલ 45 આરોપીઓ દોષિત ઠર્યા
સોમવારના રોજ એડિશનલ સેશન્સ જજ સમક્ષ સુનાવણીના અંતે સરકારી વકીલની દલીલો ગ્રાહ રાખી કોર્ટે બન્ને પક્ષના 36 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. કસુરવાર ઠરેલા દરેક આરોપીને હત્યાના ગુન્હામાં આરોપીઓને કેદ અને 3 હજારનો દંડનો ચુકાદો અપાતા કોર્ટમાં સન્નાટો છવાયો હતો. આ કેસમાં કુલ 45 આરોપીઓ દોષિત ઠર્યા હતા. તેમાંથી 4ના કેસમા સુનાવણી દરમિયાન મોત થયા છે.