
Kheda news: ખેડા જિલ્લામાં નડિયાદ શહેરને મહાનગરપાલિકાનું સ્થાન તો મળ્યું તો ખરું પણ ઘણા વિવાદો સામે આવ્યા છે. જેમાં નડિયાદ મહાનગરપાલિકાના ટેક્ષ અધિકારી પર લાંચ લેવાનો આરોપ છે. જેથી નડિયાદની નગરપાલિકા-મહા નગરપાલિકા બનતા હવે લોકોએ ટેક્ષ ન ભર્યો હોય તેને સીલ કરી તેમની કામગીરી આરંભી દીધી છે. મનપાએ સીલ કરેલી જગ્યામાં સોમિલ નથી છતાં 8.76 લાખનો વેરો બાકી નીકળે છે. આના લીધે મનપાને મિલ્કતધારકે નોટિસ ફટકારીને 3 દિવસમાં સીલ ન ખોલે તો કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.
મળતી વિગતો અનુસાર, નડિયાદમાં બુધવારે પીપલગ ચોકડી પાસે ખુલ્લા પ્લોટ અને બે દુકાનોને મનપાએ સીલ કરી હતી. મનપા દ્વારા જે પ્લોટને સીલ કરાયો છે તે જૂની સોમિલની જગ્યાએ કોઈ પણ સોમિલ ન હોવા છતાં મનપા દ્વારા ખોટી આકારણી કરી ખોટો ટેક્સ વસૂલવા નોટિસ આપી કનડગત કરાતી હોવાનો આક્ષેપ મિલકતધારકે કર્યો છે. અને તેમના દ્વારા વકીલ મારફતે મનપાને નોટિસ મોકલીને ત્રણ દિવસમાં સીલ ખોલવા તાકીદ કરી છે. નડિયાદમાં પીપલગ ચોકડી પાસે બેસ્ટ મસાલાના માલિક મુસ્તાકભાઈ કરીમભાઇ વ્હોરાની બે મિલકતો આવેલી છે. જેમાંની એક મિલકત છેલ્લા અનેક વર્ષોથી તંત્રના ચોપડે સોમિલ તરીકે બોલે છે. જોકે, આ જગ્યાએ કોઈ જ સોમિલ છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત ન હોવા છતાં અને આ બાબતે તત્કાલીન પાલિકા અને મનપામાં વારંવાર રજૂઆત કરવા છતાં સર્વે કરાયો નથી અને વેરાની બાબતમાં ઊભી થયેલી ગુંચવણ પણ ઉકેલાતી નથી મનપાએ બુધવારે રૂ. 8 લાખથી વધુનો વેરો બાકી હોવાને લઇને ખુલ્લા પ્લોટ અને બે દુકાનોને સીલ કરી હતી. આ ખુલ્લા પ્લોટમાંથી જ મુસ્તાકભાઈના ઘરે આવવા જવાનો ગેટ આવેલો હોવાથી હાલ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
આ બાબતે વકીલ મારફતે મનપાને નોટિસ આપી ત્રણ દિવસમાં સીલ નહીં ખોલાય તો કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગુરુવારે મનપાની ટીમ દ્વારા ત્રણ એકમો ઉપર તપાસ કરવામાં આવી હતી જેમાંથી બે એકમોનો વેરો બાકી હોવાથી આ બંને મિલકત ધારકોએ આવતીકાલ સુધીમાં વેરો ભરી દેવાની તૈયારી બતાવતા મનપાની ટીમ પરત ફરી હતી. અગાઉ તત્કાલીન પાલિકા દ્વારા પણ આ પ્લોટને સીલ કરાયો હતો. આ અગાઉ તત્કાલીન નગરપાલિકા દ્વારા પણ આ પ્લોટના બાકી વેરાને લઈને તેને સીલ કરવામાં આવ્યો હતો જો કે બાદમાં કોની મંજૂરી લઈને આ સીલ ખોલવામાં આવ્યું તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. આ બાબતે ટેક્ષ અધિકારી મુકેશ પટણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ તેમની ઓફિસ છોડી ભાગતા ડે. કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા.