સૌરાષ્ટ્ર પંથકમાં ઠેર ઠેર વાઘ સિંહ જેવા જંગલી જાનવરો જોવા મળતા હોય છે. એવામાં ભાવનગરમાંથી સિંહ ટોળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક સાથે સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો છે.
એક સાથે દસથી વધુ સિંહ લટાર મારવા નિકળ્યા હોવાનો દુર્લભ નજારો જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા સાંજનાસર નજીક આ ગ્રુપ દેખાયું હતું. હાલ નાનીમાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનું ગ્રુપ દેખાયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાલીતાણા નાનીમાળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે.