
ફિલ્મ 'હેરાફેરી 3' છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. પરેશ રાવલે ફિલ્મ કામ કરવાની ના પાડતાં ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. 25 વર્ષ પહેલા આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો. જે પછી ફિલ્મના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. હવે જ્યારે ચાહકોને ખબર પડી કે ફિલ્મનો ત્રીજો ભાગ આવવાનો છે, તો ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ હવે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠીને મુકવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હાલમાં જ એક્ટરે પણ ચાહકોની ઈચ્છા પર ખુલીને વાત કરી છે.
બાબૂરાવનું પાત્ર ફિલ્મ ત્રિપુટીનો સૌથી મજબૂત ભાગ
બાબૂરાવ ગણપતરાવ આપ્ટે ફિલ્મ હેરાફેરીનું એક એવું પાત્ર છે કે, જેને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત, આ પાત્ર ફિલ્મ ત્રિપુટીનો સૌથી મજબૂત ભાગ રહ્યો છે. હવે જ્યારે પરેશ રાવલે ફિલ્મ છોડવાની જાહેરાત કરી છે, ત્યારે કેટલાક લોકોએ મેકર્સને 'હેરા ફેરી 3' માં બાબુ રાવની ભૂમિકા માટે પંકજ ત્રિપાઠીનું નામ સૂચવ્યું છે. જોકે, અભિનેતાને આ વિશે વાત કરતાં તેમણે ઇનકાર કર્યો છે.
મને નથી લાગતું કે, હું આ કામ માટે યોગ્ય વ્યક્તિ છું: પંકજ ત્રિપાઠી
મીડિયા સાથે વાતચિત દરમિયાન પંકજ ત્રિપાઠીએ પરેશ રાવલને શ્રેષ્ઠ એક્ટર કહ્યા હતા. આ સાથે તેમણે ફિલ્મમાં રોલ કરવાની અટકળો પર પૂર્ણ વિરામ મુક્યું હતું. એક્ટરે કહ્યું કે, 'મેં વાચ્યું અને સાંભળ્યું કે ચાહકો ઈચ્છે છે કે, ફિલ્મમાં હું રોલ ભજવું, પરંતુ, મને નથી લાગતું કે, હું આ કરી શકુ. પરેશ રાવલ એક અદ્ભુત અભિનેતા છે અને હું તેમની પાસે કાંઈ જ નથી, હું તેમને ખૂબ જ રિસ્પેક્ટ કરું છું, અને મને નથી લાગતું કે, હું આ કામ માટે યોગ્ય વ્યક્તિ છું.'