
Mehsana news: પાટીદાર અનામત આંદોલનમાં મહેસાણા હબ રહ્યું હતું. તેમાં પાસની ટીમે સરકારને ઢીંચણે પાડી દીધી હતી તેવામાં પાસની ટીમ હવે ફરીવાર સક્રિય થઈ છે. પાસ-2ના નામે નવા મુદ્દે સાથે હવે પાસની ટીમ સક્રિય થઈ આંદોલન ફરીવાર શરૂ કરશે.
મળતી માહિતી અનુસાર, અત્યારે મહેસાણા જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ પાસ કાર્યકરોની ટીમ કામે લાગી છે અને ત્રણ મિટિંગ થઈ ગઈ છે. જેમાં પાટીદાર સમાજના જૂના પાસના કન્વીનર હવે સમગ્ર ગુજરાતમાં નિરસ થયેલી ટીમને સક્રિય કરી સરકાર સામે ફરીવાર નવા મુદો શિક્ષણ ફ્રી આંદોલન કરશે જેમાં પ્લે ગૃપથી લઈ પીએચડી સુધી શિક્ષણ ફ્રી થવું જોઈએ તે મુદ્દા મુખ્ય હશે સાથે આ મુદે આવેદન મિટિંગ સહિત આંદોલન કરવામાં આવશે.
મહેસાણામાં અત્યાર સુધી ત્રણથી વધુ બેઠકો થઈ ચૂકી છે અને આવનારા સમયમાં મોરબીમાં મીટિંગ મળવાની છે, સોશિયલ મીડિયામાં આ સમગ્ર મામલે પોસ્ટ પણ વાયરલ કરવામાં આવી છે જેમાં શિક્ષણ દરેકનો હક અને મફત મળશે તેવી પોસ્ટ પણ કરાઈ છે જ્યારે આવનારા સમયમાં શિક્ષણ ફ્રીના નેજા નીચે ફરીવાર આંદોલન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.