Home / India : VIDEO/ raid into an engineer's house, bundles of money were thrown out of the window

VIDEO/ ઇજનેરના ઘરે પડી રેડ તો બારીમાંથી બહાર ફેંક્યા પૈસાના બંડલ ; કરોડોની રોકડ મળી

ઓડિશામાં ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, વિજિલન્સ વિભાગે RW વિભાગના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાને દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન, અત્યાર સુધીમાં ₹2.1 કરોડની રોકડ મળી આવી છે. હજુ પણ શોધખોળ ચાલુ છે. વિજિલન્સ ટીમે ઓડિશાના ભુવનેશ્વર, અંગુલ અને પીપિલી સહિત 7 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડામાં 8 DSP, 12 ઇન્સ્પેક્ટર, 6 ASI અને અન્ય અધિકારીઓ સામેલ હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બારીમાં ફેંકાયેલા 500 રૂપિયાના બંડલ
દરોડા દરમિયાન, એક તરફ, ભુવનેશ્વરના PDN Exotica એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી ₹1 કરોડ રોકડા મળી આવ્યા હતા. બીજી તરફ, અંગુલ સ્થિત તેમના બે માળના ઘરમાંથી અત્યાર સુધીમાં ₹1.1 કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. અહીં એટલી બધી રોકડ મળી આવી છે કે તેને ગણવા માટે મશીનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે. એટલું જ નહીં, આ દરોડા દરમિયાન, ભુવનેશ્વરના ફ્લેટમાં હાજર વૈકુંઠનાથ સારંગીએ વિજિલન્સ ટીમને આવતી જોઈને બારીમાંથી ₹500 નોટોના બંડલ ફેંકવયનું શરૂ કરી દીધું હતું. તેમનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર રોકડ છુપાવવાનો હતો, પરંતુ વિજિલન્સ ટીમે તાત્કાલિક સાક્ષીઓની હાજરીમાં નોટો જપ્ત કરી.

આ સ્થળોએ દરોડા પાડ્યા-
અંગુલના કર્દગડિયામાં બે માળનું ઘર
ભુવનેશ્વરના દુમડુમામાં પીડીએન એક્ઝોટિકામાં ફ્લેટ
પુરીના પીપિલીના સિઉલા ગામમાં ફ્લેટ
અંગુલના શિક્ષકપાડામાં સંબંધીનું ઘર
અંગુલના લોકેઇપાસી ગામમાં પૈતૃક ઘર
અંગુલના મતિયાસાહીમાં બે માળનું પૈતૃક ઘર
ભુવનેશ્વરમાં મુખ્ય ઇજનેર કાર્યાલયનું ચેમ્બર

અપ્રમાણસર સંપત્તિના કેસમાં કાર્યવાહી
વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર, સારંગી દ્વારા અપ્રમાણસર સંપત્તિ કમાવવાના કેસમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ હવે તેમના બેંક ખાતાઓ, રોકાણો, મિલકતો અને અન્ય નાણાકીય સ્ત્રોતોની પણ તપાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ કાર્યવાહી ઓડિશા સરકારની ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિનું એક મોટું ઉદાહરણ છે. હવે બધાની નજર વિજિલન્સ વિભાગના અંતિમ અહેવાલ પર છે. 

Related News

Icon