
‘તબાહીનું દ્રશ્ય દુઃખદ છે, મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં’; અમદાવાદ વિમાન દુર્ઘટના પર પીએમ મોદીની પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાત લીધી અને વિમાન દુર્ઘટનાનો તાગ મેળવ્યો. આ પછી, પીએમ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. પ્રધાનમંત્રીએ આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
મોદીએ હોસ્પિટલના C7 વોર્ડની પણ મુલાકાત લીધી જ્યાં 25 ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમણે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મોટા મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
હોસ્પિટલની મુલાકાત
અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. પીએમએ લખ્યું છે કે, "અમદાવાદમાં વિમાન દુર્ઘટનાથી આપણે બધા આઘાત પામ્યા છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે તેમના દ્વારા છોડી ગયેલી ખાલીપણું આવનારા ઘણા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.''
https://twitter.com/narendramodi/status/1933391088129355909
પીએમ મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું, "આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા." ''આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ સાથે અમારી સંવેદના છે.''
https://twitter.com/narendramodi/status/1933390675866771578
નોંધનીય છે કે ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર (AI171) વિમાન ટેકઓફ થયાના બે મિનિટ પછી જ ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. તેમાંથી 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ ભયંકર અકસ્માતમાં એકમાત્ર બચી ગયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.