
Pahalgam Attack Ominous Signs: પહલગામ થયેલા હુમલાને ધ્યાનમાં લેતા આ ઘટના અંગેના અશુભ સંકેતો પહેલેથી મળવા લાગ્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં થનારી મોટી ઉથલપાથલના ત્રણ અશુભ સંકેત પહેલાથી જ મળી ગયા હતા. જોઈએ કઈ કઈ છે તે અશુભ ઘટના જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.
પહેલી ઘટના...
29 માર્ચે શનિ અમાવસ્યાના દિવસે શનિનો કુંભ રાશિ છોડીને 57 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ થયો. જ્યોતિષીઓએ શનિના આ બદલાવથી ગંભીર અસરો વિષે જાણકારી આપી હતી.
સ્વતંત્ર ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિના અગિયારમા સ્થાનમાં ભ્રમણ કરવાથી ભારતના મિત્ર દેશો સાથેના સબંધમાં ચઢાવ-ઉતાર આવવાની સાથે પડોશી દેશ દ્વારા પણ કોઈ વિશ્વાસઘાતનો સામનો કરવો થઇ શકે એવી આગાહી કરવામાં આવી હતી. આ યોગમાં સૂર્ય અને ચંદ્ર જેવા શનિના શત્રુ ગ્રહો છે, જે સત્તા અને રાજકારણ માટે મોટી ઉથલપાથલના યોગ બતાવે છે તેમજ સત્તાધીશો માટે સૂર્ય શનિનો આ યોગ વિશ્વાસઘાતના યોગ બનાવે છે.
બીજી ઘટના...
ઓડિશામાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિરની ધજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુંબજ પર લહેરાતી ધજા ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. મંદિરની ધજા દરરોજ બદલાય છે. એક માન્યતા અનુસાર જગન્નાથ મંદિરના ગુંબજની આસપાસ કોઈપણ પક્ષી કે વિમાન ઉડવાની ઘટના અણધારી માનવામાં આવે છે. એવામાં થોડા સમય પહેલા એક ગરુડ પક્ષી રહસ્યમય રીતે જગન્નાથ મંદિરની પવિત્ર ધજા લઈને આકાશમાં ઉડી ગયું હતું. સ્થાનિક લોકો અને જ્યોતિષીઓના મતે, આ ઘટના કોઈ અશુભ શુકન દર્શાવે છે.
એવું કહેવાય છે કે વર્ષ-2020માં વીજળી પડવાથી ધ્વજમાં આગ લાગી હતી. આ પછી, કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું. માન્યતા અનુસાર, ધ્વજ ભવિષ્ય વિશે સંકેતો આપે છે.
ત્રીજી ઘટના...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. એવામાં આંબાલાલ પટેલે 11 એપ્રિલે આતંકી ગતિવિધીની આગાહી કરી હતી. તેમણે આગાહીમાં કહ્યું હતું કે, 5 ગ્રહો ભેગા થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્ત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધશે. આથી ભારતીય સીમાઓની સુરક્ષા વધારવાની પરિસ્થિતિ ઉભી થશે.
અંબાલાલે આતંકવાદી પ્રવૃત્તિ અંગે આગાહી કરતા વધુમાં કહ્યું હતું કે, આવી પરિસ્થિતિની ધ્યાનમાં લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સંભાળવું પડશે. આગામી 19 મે સુધી ગ્રહ દશાના કારણે હજુ પણ સ્થિતિ સાચવવાની રહેશે. જેમાં પાકિસ્તાનના બલુચીસ્તાનથી ઉત્તર ભારતની સરહદો, ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો તેમજ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધારવી પડશે.
આ સાથે જ તેમણે હજુ ઓગસ્ટ મહિના પણ સાવચેત રહેવાની વાત કરી છે. અંબાલાલનું કહેવું છે કે અનિષ્ટ ગ્રહોના કારણે બોબ્મ વિસ્ફોટ જેવી ઘટના ઓગસ્ટ મહિના બની શકે છે. તેમજ યુદ્ધ માટે ઉશ્કેરાટના સંજોગ પણ બની શકે છે. એક હુમલો થઇ ગયો એટલે હવે કઇ નહિ થાય તે માની લેવું સારું નથી. આથી દેશની તમામ એજન્સીઓને સાવચેત રહેવાની સલાહ આપી આવી છે.
ખરેખર આ આગાહી સાચી પડતી લાગી રહી છે. જેમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા અને 17 લોકો ઘાયલ થયા. જેના કારણે આખો દેશ અત્યારે આધાતમાં છે.