ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ ગ્રૂપ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું અને મંદિર બહાર બેનરો લગાવાયા હતા.
જાડેજાએ આરતી ન કરવા ધમકી આપી
જાડેજાએ આરતી ન કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યા હતા. આ મામલે નવ જયોતપાર્કના જશ્મિનભાઈ મકવાણાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પી. ટી. જાડેજા સામે ગુનો નોંધ્યો છે.