Pune Bridge Collapsed: મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 10થી 15 લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં 10થી 15 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ બ્રિજ પર ઉપસ્થિત હતાં. ઘટના પુણેના માવલ તાલુકાની છે. જ્યાં આવેલું કુંદમાલા એ પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

