Home / Gujarat / Ahmedabad : Indian Railways: Sabarmati-Jodhpur Express train will be cancelled due to block on Ajmer division

Indian Railway: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Indian Railway: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Indian Railway: ઉત્તર ગુજરાતની જનતાને અમદાવાદ અને અમદાવાદથી લોકોને ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાન લઈ જતી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેનને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. જો કે, વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ માહિતી ખૂબ મહત્ત્વની થઈ પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રેલવે તરફથી અપાયેલી માહિતી પ્રમાણે ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનના જવાઈ બાંધ-મોરી બેડા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 675 કિમી 518/3-4 પર RCC બોક્સ લોન્ચિંગ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

* 01 અને 02 મે 2025ના રોજ જોધપુરથી દોડનારી ટ્રેન નં.14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.

* 02 અને 03 મે 2025 ના રોજ સાબરમતીથી દોડનારી ટ્રેન નં.14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  

Related News

Icon