IPL 2025ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમને ગુજરાત ટાઈટન્સ સામે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રાજસ્થાનના બોલરોએ ઘણા રન આપ્યા હતા. આ પછી બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા હતા. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 217 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી, ટાર્ગેટ ચેઝ કરતી વખતે, રાજસ્થાનની ટીમ ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે મેચ હાર્યા બાદ BCCI એ રાજસ્થાન રોયલ્સ ટીમ સામે એક્શન લીધી છે. કેપ્ટન સંજુ સેમસનને સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.

